રાપરના મોડા ગામમાંથી 1.15 લાખની તસ્કરી
રાપર તાલુકાનાં મોડા ગામમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 1.15 લાખની તસ્કરી થઈ હોવાની આડેસર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઈ છે. આ બાબતે મળતી વિગતો પ્રમાણે મેધાભાઈ સજાભાઈ રબારી(રહે. રબારીવાસ મોડા તા.રાપર) એ ફરિયાદ લખાવી છે કે,પોતાના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડી ઘરમાં રાખેલા સોનાની સર, સોનાની ડોડી, સોનાનો પારો, ચાંદીની ચૂંડી, ચાંદીના પટ્ટા, પગમાં પહેરવાના કડલા, ચાંદીની પોંચી મળી કુલ કિંમત રૂ. 1.15 લાખના સોના-ચાંદીના દાગીનાની કોઈ તસ્કરી કરી ગયેલ છે. પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ તસ્કરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.