ભુજ તાલુકાનાં નોતિયાર ભખરીયા ગ્રામ પંચાયત ની મુલાકાત લેતા જણાયું કે ત્યાં ના લોકો રોડ પાણી ગટર જેવી સામાન્ય સુવિધા થી વંચિત છે તો જોઈએ કચ્છ કેર નો ખાસ અહેવાલ.
અમારી કચ્છ કેર ની ટીમે ભુજ તાલુકાનાં નોતિયાર ભખરીયા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. સરકાર જયારે વિકાસની વાતો કરી રહી છે ત્યારે આ ગામડાની હાલત ખૂબ જ દયનીય માલૂમ પડી હતી. સાક્ષરતા દર પણ નહિવત નોંધાયેલ છે. આખરે નાના નાના ગામડાથી વિકાસ યાત્રા શરૂ થશે ત્યારે તો આપણો દેશનો સાચા અર્થે વિકાસ કહેવાય. એક સામાન્ય વ્યક્તિની પાયાની જરૂરિયાત એવી પાણીની પણ અહી સુવિધા નથી. અહી રસ્તાઓ છેલ્લા ૧૦ વર્ષથી ખૂબ જ ખરાબ હાલતમાં છે.