કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના પુનડી ગામની મહિલાએ પતિ સાથે દવા બાબતે થયેલી બોલાચાલીનું લાગી આવતાં અગનપછેડી ઓઢી લીધી હતી
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના પુનડી ગામની મહિલાએ પતિ સાથે દવા બાબતે થયેલી બોલાચાલીનું લાગી આવતાં અગનપછેડી ઓઢી લીધી હતી જાણવા મળતી વિગત અનુસાર કચ્છના માંડવી તાલુકાના પુનડી ગામે મંગળવારે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ 40 વર્ષીય ધનબાઇ મુળજી કેશા મહેશ્વરીએ શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંદી આત્મહત્યા કરી લીધી હતી. બે ત્રણ દિવસ પૂર્વે આંખની દવા લેવા બાબતે પોતાના પતિ સાથે ઓપરેશન માટેના ખર્ચ બાબતે બોલાચાલી થઇ હતી. જે અંગેનું મનમાં લાગી આવતાં પોતાનાં ઘરે શરીરે કેરોસીન છાંટી મોતને વહાલું કરી લીધું હતું.