અભિનેતા પ્રકાશ રાજે નવા વર્ષના અવસરે રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે.

જાણવા મળતી વિગત અનુસાર જાણીતા અભિનેતા અને ફિલ્મ વોન્ટેડ થી બોલિવુડમાં એન્ટ્રી કરનારા ગનીભાઈ એટલે પ્રકાશ રાજ  એક  જાહેરાત કરતા કહ્યું કે તે આવનારી લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. જાહેરાત કરતાં પ્રકાશ રાજે ટ્વીટર પર લખ્યું કે, તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ, એક નવી શરૂઆત, વધુ જવાબદારી…આવનારી લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉતરીશ. સીટની જાણકારી ટૂંક સમયમાં જ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *