નેરમાંથી દેશી બંદૂક સાથે ઈસમ ઝડપાયો
ભચાઉ પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા ભચાઉ તાલુકાનાં નેર ગામે રહેણાંક ઘરમાંથી દેશી બંદૂક મળી આવી હતી. જેમાં એક ઇસમની ધરપકડ કરી હતી. આ બાબતે મળતી વિગતો અનુસાર ભચાઉ પોલીસ દ્રારા તાલુકાનાં નેર ગામે નોંધાભાઈ લખધીરભાઈ ગોહિલના ઘરે દરોડો પાડતા પોતાના રહેણાંક મકાન પાસે આવેલ પોતાના કબ્જાના વાડામાંથી લાયસન્સ વગરની દેશી બનાવટની બંદૂક કિંમત રૂ.2,000 મળી આવી હતી. પોલીસે હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.