ગાંધીધામમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ પકડાયો
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સપનાનગર પાસે રિક્ષામાં કાર્યવાહી કરતાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગેની મળતી વિગતો પ્રમાણે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્રારા સપનાનગર કિડાણા ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહેલી પીઓગ રિક્ષા નંબર જીજે 12 બીયુ 3285માં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાટરીના નંગ 30 કિંમત રૂ.3,000નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે દામજી માલશી મારાજ (રહે. જૂની સુંદરપુરી ગાંધીધામ)ની અટક કરી રૂ.1,03,000નો મુદામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.