અંકલેશ્વર : ગડખોલ પાટીયાથી સ્વીફટ કારમાંથી વિદેશી દારૂ પકડાયો
અંકલેશ્વર ખાતે ભરૂચ એલ.સી.બીના ઇંચાર્જ પી.આઇ.કે.જે. ધડુક તેમના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.દરમિયાન તેમને મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની વિપીન પાર્ક સોસાયટીન નાકે વોચ ગોઠવતા એક સ્વીફટ કારમા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.પોલીસે અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે આવેલ વિપીન પાર્ક સોસાયટીના નાકેથી પસાર થતી સ્વીફટ કાત નંબર જીજે 16 સીએચ 2389માંથી વિદેશીદારૂની હેરાફેરી કરતા વિરલ વિજયભાઇ પરમાર (રહે. બી/૧૫૮ જનકવાટિકા સોસાયટી અંકલેશ્વર) અને રાકેશ કરશનભાઇ પરમાર (રહે. શેરાગામ તા.હાંસોટ) પાસેથી કારમાં લઈ જવાતો વગર પાસપરમિટનો વિદેશી દારૂ બોટલ નંગ ૨૩ કિંમત રૂ.૧૧,૯૬૦ તથા મોબાઇલ કિંમત રૂ.૧૧,૦૦૦ અને કારની કિંમત રૂ.૬,૦૦,૦૦0 મળી કુલ રૂ.૬,૨૨,૯૯૦ પકડી પાડી તેમના વિરૂધ પ્રોહિબીશન ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.