કરજણ : સાયર ગામમાંથી રૂ.૧૩ લાખ ઉપરાંતની કિંમતના હાઈવા ટ્રકની તસ્કરી
કરજણના પાલેજ નારેશ્વર રસ્તા પર આવેલા કરજણ તાલુકાના સાયર ગામમાં રહેતા નગીનભાઇ ખુશાલભાઇ ઓડના રૂ.13 લાખ ઉપરાંતની કિંમતના હાઈવા ટ્રકની કોઈ અજાણ્યા શખ્સ તસ્કરી કરી ગયાની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.પાલેજ-નારેશ્વર રસ્તા પર આવેલા સાયર ગામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા નગીનભાઇ ખુશાલભાઇ ઓડની હાઈવા ટ્રક ગત રાત્રીના અરસામાં કોઇ અજાણ્યા શખ્સે ચોરી જઈ ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી.પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે સાયર ગામમાં રહેતા નગીનભાઇની હાઇવા ટ્રક નંબર જીજે એયુ ૪૮૩૯ ગત રાત્રીના અરસામાં કોઇ અજાણ્યા શખ્સે કેબીનનો કાચ તોડી અંદર ઘૂસી ડુપ્લીકેટ ચાવીથી સ્ટાર્ટ કરી તસ્કરી કરી ગુમ થઇ ગયો હતો. ચોરાયેલા હાઈવા ટ્રકની નગીનભાઈએ આસપાસના ગામોમાં કાર્યવાહી કરવા છતાં ન મળી આવતાં ગત કરજણ પોલીસ સ્ટેશનમાં હાઇવા ટ્રક ચોરીની ફરિયાદ લખાવતા પોલીસે ફરિયાદ નોંધી તજવીજના ચક્રો ગતિમાન કર્યા છે.