ગાંધીધામ જીઆઈડીસીમાં જુગાર રમતા 4 આરોપીઓની અટક

ગાધીધામ શહેરના જીઆઈડીસી મધ્યે જાહેરમાં જુગાર રમતા 4 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. ગત બપોરના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે શહેરના જીઆઈડીસી મધ્યે દરોડો પાડ્યો હતો. જેમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા દાના બાબુ સુથાર,હમીર ભુરા આહીર,રહે.સુંદરપુરી તથા પ્રભુ બચુ રાઠોડ,રહે. જીઆઈડીસી તેમજ શંકર ડાયા લુહાર,રહે. કાર્ગો, યાદવનગરની અટક કરી લેવામાં આવી હતી. શખ્સની અટક બાદ તેઓ પાસેથી રોકડ તેમજ 3 મોબાઈલ ફોન મળી રૂ.14,900નો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જે બાબતે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.