ભુજમાં સરપટ નાકે ધાણીપાસા વડે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

ભુજ શહેરના સરપટ નાકા વિસ્તારમાં ધાણીપાસાથી જુગાર રમી રહેલા 5 આરોપીઓને પોલીસે રોકડ રૂ. 1840 સહિત કુલ રૂ. 21,840ની મતા સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ સરપટનાકા બહાર કોલીવાસમાં બી ડિવિઝન પોલીસે રેડ પાડી હતી, જેમાં ઓટલા પર ધાણીપાસાની જુગાર રમી રહેલા સુમાર રમજુ અબડા,ભીલાલ ઇશાક સમા,રમેશ ઉર્ફે  ગુડી વલુભાઇ કોલી,આમદ મામદ ગગડા તથા સુમાર તમાચી કુલાને રોકડ રૂ.1,840 તથા બાઇક જીજે 12 એપી 5395 કિંમત રૂ.20,000 સહિત કુલ રૂ.21,840 ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા કામગીરીમાં બી ડિવિઝન પોલીસનો સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *