વડોદરા : કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન નજીક ધમધમતા જુગારધામ પર દરોડા પાડતા 19 જુગારી રૂ.1.72 લાખના મુદામાલ સાથે ઝડપાયા
વડોદરા કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન નજીક જાહેરમાં ધમધમતા જુગારધામ પર આજે ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી હતી. જુગારધામના કુખ્યાત સંચાલક હુસેન સુન્ની સહિત ૧૯ જુગારીની અટક કરાઈ હતી. રોકડ રૂ.૪૫,૨૦૦, ૧૪ મોબાઈલ અને ૫ વાહનો સહિત રૂ.૧.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.કુખ્યાત હુસેન કાદરમીયા સુન્ની કાસમઆલા કબ્રસ્તાન નજીક લોકોને ભેગા કરીને જાહેરમાં જુગાર રમાડતો હતો. જેની જાણ ક્રાઈમ બ્રાન્ચને થતાં આજે રેડ પાડી હતી. હુસેન સહિત ૧૯ શખ્સોઓને સ્થળ પરથી પકડી લેવાયા હતા. ડીસીપી ક્રાઈમ જયદિપસીંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હુસેન ગુનાઈત ભૂતકાળ ધરાવે છે. અગાઉ જુગાર, મારામારી, ચોરી, રાયોટિંગ, પ્રોહિબિશન, હત્યાની કોશીશ, ધમકી જેવા ૨૫ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હતો. જેથી ૩ વખત તડીપાર અને ૭ વખત પાસામાં જઈ આવ્યો છે. ધરપકડ થયેલા જુગારીમાં હુસેન સુન્ની, ઈસ્માઈલ સિકંદર શેખ, અહેમદમીયા બાબુમીયા પઠાણ, ગણેશ સીતારામ ફાટકે, કૃષ્ણકાંત અશોક રાણા, ઈબ્રાહિમ હાજી દૂધવાલા, દિલગની ઉસ્માન રાઠોડ, આશિષ અમરત વસાવા, રાજેન્દ્ર અશોક મારવાડી, રમેશ ભગવાનદાસ પરમાર , મહંમદ ઈરફાન મહંમદ લીયાકત સિદ્દીકી, યુસુફ ઉર્ફે સમીર હુસેન દિવાન, અમીત અશોક વીર, પરેશ અશ્વીન પટેલ, સ્નેહલ રમેશ ભાવસાર, યાકુર ફકીરા દૂધવાલા અને સાજીદખાન મકસુદખાન પઠાણનો સમાવેશ થાય છે.