ભુજના મામૈ મહેશ્વરી સમાજવાડી પાસે રાત્રીના ભાગે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કેબિનમાં આગ લગાડવામાં આવી
ભુજના મામૈ મહેશ્વરી સમાજ પાસે રાહીના સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ત્યાં એક કેબિનને આગ લગાડવામાં આવી હતી આ અગાઉ પણ બે થી ત્રણ વાર આ જગ્યા એ કેબિનમાં નુકશાન પહોચાડવામાં આવ્યા છે. ત્યાં જેઠાલાલ મુરજી માતંગ છેલ્લા ૨૫ વર્ષથી અહી ધંધો કરે છે. જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ છોકરાઓ સાથે લઈ ઉપવાસ ઉપર ઉતારી જશે તેવું જણાવ્યુ હતું તેમની કેબિનમાં વારંવાર નુકશાની કરવામાં આવે છે તેવું પણ જણાવ્યુ હતું.