ખાવડા તાલુકાનાં કોટડા ગ્રામ પંચાયત ના હાલના સરપંચ શ્રી પર ચૂંટણી ના સામા પક્ષકાર દ્વારા ખોટા આરોપ મૂકી માનસિક ત્રાસ આપવામાં આવે છે.

ખાવડા તાલુકાનાં કોટડા ગ્રામ પંચાયતના હાલના સરપંચ શ્રી નિયામત બેન દ્વારા જણાવાયું કે ગત ચૂંટણીમાં તેમના સામા પક્ષના વ્યક્તિઑ દ્વારા તેમના પર વારંવાર ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે. ઉપરાંત મીડિયા મારફતે પ્રસારિત કરવામાં આવે છે જયારે ખરેખર કોટડા ગામના રહેવાસીઓ ને હાલના સરપંચ શ્રી સામે કોઈ જ ફરિયાદ નથી. ઉપરાંત હાલના સરપંચ શ્રી દ્વારા એ શખ્સો પર આક્ષેપો છે કે તેઓ સરકાર કામોમાં નડતર રૂપ બને છે. તે શખ્સો દ્વારા ઊભી થતી બિન જરૂરી માંગોને સરપંચ શ્રી દ્વારા અસ્વીકાર કરાતા તે શખ્શો દ્વારા સરપંચ શ્રી ને વિરોધ કરી તેઓને માનસિક ત્રાસ આપવામાં આવે છે. સામા પક્ષે ઈસાક આસમ,અમિન તૈયાબ,ભકર અલારખીય સાથે અન્ય બીજા શખ્સો મળી સરપંચ શ્રી વિરુદ્ધ એવી ફરિયાદ કરવામાં આવેલ છે કે માલધારીઓને આપવાનું ઘાસ બારોબાર વેચાઈ જાય છે અને માલધારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર માલધારીઓ ને તેઓની જરૂરિયાત અનુસાર નિયમિત ઘાસચારો પૂરો પાડવામાં આવે તેઓ કોઈ ને સરપંચ વિરુધ્ધ કોઈ જ ફરિયાદ નથી તેઓ સૌનું કહેવું છે આ લૂખખા તત્વો દ્વારા પાણી જમીન વગેરે જેવી બાબતો પર ખોટી ફરિયાદ ઊભી કરી ખોટી અરજીઓ સરપંચ વિરુધ્ધ કરવામાં આવેલ અને હાલમાં હવે ઘાસનો મુદો ઉપાડેલ તેઓ માત્ર ગ્રામ પંચાયત ને બદનામ કરવાના હેતુસર આવી ખોટી અરજીઓ કરતાં હોય તેવું લાગી રહ્યું છે.