ખોખરામાં જાહેરમાં જુગાર રમતા 5 ઇસમો ઝડપાયા
અંજાર તાલુકાનાં ખોખરા ગામે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા 5 ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા. ગત બુધવારના સાંજના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી, તેવામાં બાતમીના આધારે તાલુકાનાં ખોખરા ગામે દરોડો પાડ્યો હતો. ત્યારબાદ ગામમાં જાહેરમાં પાના-પતા વડે જુગાર રમતા કરસન જીવા બાળા, અરજણ ખમુ કોલી, અમરા કરશન બોરિયા,સામજી સામત જરૂ તથા હમીર ખમુ કોલી જેઓ પાંચેયની અટક કરી લેવામાં આવી હતી. શખ્સની અટક બાદ તેઓ પાસેથી રોકડ મળી રૂ.3,240 નો મુદામાલ જપ્ત કરાયો હતો અને તમામ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.