મુન્દ્રા પાસે બે બાઇક વચ્ચેની ટક્કરમાં 2ને ઇજા

મુન્દ્રાની ભાગોળે બે બાઇક વચ્ચેની ટક્કરમાં બાળક સહિત બંને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના અંગે બાઈકના ચાલક વિરુદ્ધ બેદરકારી રીતે વાહન ચલાવવાની ફરિયાદ લખાવાઈ હતી. ગત સાંજના અરસામાં જીજે 12 બીડી 9463 તથા જીજે 12 એપી 4737 વચ્ચે ટક્કર થઈ હતી. બાઇક પર સવાર રણબીરસિંગ તથા તેની પાછળ બેઠેલ બાળકી મોનુંને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના અંગે બાઈકના ચાલક મહેન્દ્ર દોશી વિરુદ્ધ બનીશકુમારે લાપરવાહી અને બેદરકરીથી વાહન ચલાવી અને અકસ્માત કર્યાકર્યા અંગેની તથા મોટર વ્હિકલ એક્ટની કલમો તળે મુન્દ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ લાખાવાઈ હતી.જે બાબતની વધુ કાર્યવાહી મુકેશ ભાડકાએ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *