ભુજમાંથી 1.10 લાખના દાગીનાની તસ્કરી
ભુજના નિશાંતપાર્ક સોસાયટીમાંથી ઇસમોએ હાથકેરો કરી 1.10 લાખના દાગીનાની તસ્કરી કરી હોવાની ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઇ છે. આ બાબતની મળતી વિગતો પ્રમાણે નારાણભાઈ જીવરાજભાઈ રૂડાણી(રહે. નિશાંતપાર્ક સોસાયટી ભુજ) એ ફરિયાદ લખાવાઇ છે કે, પોતાનો છોકરો અને વહુ રહે છે. જેઓ બહાર ગયા હોઈ પોતે પત્ની સાથે નીચે સૂતા હતા ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો દ્રારા ઉપરના રૂમના એંગલો ખોલી અંદર પ્રવેશી રૂમના લાકડાના કબાટમાં રાખેલા બુટિયા નંગ 4,સોનાની વીંટી નંગ 3,સોનાની ચેન નંગ 3, સોનાના હાફ સેટ સહિત સોના-ચાંદીના દાગીના રોકડ રકમ મળી કુલ 1.10 લાખની તસ્કરી કરી ગયા હોવાની ફરિયાદ લખાવાઇ છે. આ ફરિયાદમાં અન્ય વસ્તુઓ પણ ચોરાઇ હોવાની આશંકા સાથે પોતાનો પુત્ર ઈશ્વર ઘરે પાછા આવ્યા બાદ વધી તસ્કરી થઈ હોવાની બાબત પણ ખૂલવા પામે તેમ મનાઈ રહ્યું છે. હાલમાં પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ તસ્કરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.