નલિયા પોલીસે ઘરફોડ તસ્કરીનો ભેદ ઉકેલ્યો

નલિયા પોલીસ દ્રારા એક શખ્સને પકડી પાડી જામનગરમાંથી ઘરફોડ તસ્કરીનો ભેદ ઉકેલી એક શખ્સને પકડી પાડ્યો હતો. આ બાબતે નલિયા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો પ્રમાણે પોલીસે શંકાના આધારે વિનોદ શંકરભાઇ ભાનુશાલી પૂછપરછ કરતાં જામનગર જિલ્લામાંથી તેની અટક કરી હતી. આ ગુનાની મળતી વિગતો પ્રમાણે તાજેતરમાં શંકરભાઇ પેરાજભાઈ ભાનુશાલી એ પોતાના ઘરમાં 62,000ની ઘરફોડ તસ્કરી થઈ હોવાની ફરિયાદ લખાવાઇ હતી જે અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરતા તેના દિકરા ઉપર જ શંકા જતાં તેના રહેણાંક મકાન જામનગર જીલ્લામાં જઈ તેની પૂછપરછ કરતાં ઘરફોડ તસ્કરીની કબૂલાત કરી હતી અને આ તસ્કરીમાં ગયેલો મુદામાલ પણ રિકવર કરી આગળની તપાસ કરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *