ભુજના ભીરંડીયારામાં વેપારી ઉપર બે ઇસમો દ્રારા હુમલો
ભુજ તાલુકાનાં ભીરંડીયારા ગામે વેપારીને બે શખ્સોએ મારમાર્યાના બનાવ બનવા પામ્યો હતો. જ્યારે નખત્રાણામાં પરિણિતાને અપાતા ત્રાસ બાબતે ફરિયાદ લખાવાઇ છે. જાણવા મળતી વિગતો પ્રમાણે ભીરંડીયારા ખાતે મેડિકલ સ્ટોર ચલાવતા લક્ષ્મણભાઈ મનુભાઈ ભટ્ટુની દુકાન નજીક રહીમના અબ્દુલ્લા રાયશી અને ગુલ બેગ રાયશી આંટા ફેરા કરતાં હતા જેઓને ના પાડતા આ શખ્સો ગુસ્સે થઈ ગયા હતા. અને આપશબ્દો બોલી જાતિ અપમાનિત કરતાં ખાવડા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ શખ્સોએ મારામારી કરી હોવાનું પણ નોંધાવ્યું છે. બીજી તરફ નખત્રાણા ખાતે લક્ષ્મીબેન ગોવિંદભાઈ મહેશ્વરીએ લાખાવેલી ફરિયાદ પ્રમાણે લગ્ન જીવનના પાંચ વર્ષના સમયગાળા દરિમયાન તેનો પતિ ગોવિંદ પરબત મહેશ્વરી, સાસુ વાલભાઈ પરબત મહેશ્વરીએ નાની નાની બાબતોમાં મણાટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેનાથી કંટાળીને અંતે નખત્રાણા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી છે.