ભાણવડમાં જુગાર દરોડો : ૮ ઇસમો ઝડપાયા

ભાણવડમાં જુગારધામ પર સ્થાનિક પોલીસે રેડ પાડી ૮ ઇસમોને દબોચી લીધા હતા. ભાણવડના નગરનાકા વિસ્તારમાં રહેતા મહેમુદ નુરમામદ ગજણ નામના મુસ્લીમ ઇસમે તેના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે નળ ઇધરાલી, ચલાવતા જુગારના અખાડા પર પોલીસે રેડ પાડી હતી. આ સ્થળે જુગાર રમવા સબબ પોલીસે મહેમુદ નુરમામદ ગજણ,કિશોર છગનભાઇ પરમાર,બશીર નુરમામદ ગજણ, સુભાષ નટવરલાલ પરમાર, સાગર લાભુભાઇ રાઠોડ,અશરફ હબીબભાઈ કથોરીયા, હસમુખ મોહનભાઇ સોલંકી અને રફીક ઇબ્રાહીમ શેઠ નામના ૮ ઇસમોને પકડી લીધા હતા. અને રૂ.૧૯,૨૦૦ રોકડા તથા ૬,૦૦૦ની કિંમતના મોબાઈલ તેજ રૂ.૪૦,૦૦૦ની બે મોટર સાઇકલ મળી કુલ રૂ.૬૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *