જામનગરમાં 1.23 લાખના ચોરાઉ દાગીના સાથે બે ઇસમો ઝડપાયા
જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં એલસીબીના સ્ટાફે વોચ ગોઠવી એક તસ્કર બેલડીને પકડી લીધી છે. તેઓના કબ્જામાંથી ચોરાઉ મનાતા રૂ.1.23 લાખની કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા છે. જે દાગીનાની તેઓએ જામનગરના એક રહેણાંક મકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપતા જામનગરની એક ઘફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં બે ઇસમો શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા છે અને સોનું વેચવાની ફેરવી કરી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી બે ઇસ્મઓને પકડી લીધા હતા. જેઓની તપાસ કરતાં બંનેના કબ્જામાંથી રૂ.1.23 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. જેના બીલ વગેરે માંગતા તે ચોરીના હોવાનું કબુલ્યું હતું. એલસીબીના સ્ટાફે બંનેની અટક કરી એલસીબીની કચેરીએ લઈ આવ્યા હતા. જે બંનેના નામો પુછતાં એકએ પોતાનું નામ મનિષ ઉર્ફે ધેલુ દેવાભાઇ જોગસવા ભરવાડ અને નવાગામ ધેડ વિસ્તારમાં રહેતો હોવાનું જ્યારે બીજાએ પોતાના નામ અબ્દુલ જુસબભાઈ સફીયા અને રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા હોવાનું કબુલ્યું હતું. એલસીબીના સ્ટાફ દ્રારા કરાયેલી વિશેષ પુછપરછ દરમ્યાન બંનેએ નવાગામ ધેડમાં શંકરના મંદિર નજીક રહેતા કરણાભાઈ ભરવાડ કે જેઓ પોતાના પરિવાર સાથે બાલાચડી ગયા હતા ત્યારે પાછળથી તેઓના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી લઈ અંદરથી સોના-ચાંદીના દાગીના અને 50,000ની રોકડ રકમ વગેરે આવી રૂ.1,40,500ની માલમતા ચોરી કરી હોવાનું કબુલ્યુ હતું. જે બાબતે અગાઉ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હોવાથી બંનેનો કબ્જો સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શરૂ કરી દીધા છે.