વલભીપુરના દરેક ગામની સીમમાંથી અંગ્રેજી દારૂ સાથે એકની અટક
વલભીપુરના પોલીસ કોન્સટેબલ ભગવાનભાઈ વી. સાંબડને મળેલ બાતમી આધારે પી.એમ રાયજાદા, ભગવાનભાઈ સાંબડ,અમિતભાઈ મકવાણા,રાજવીરસિંહ જાડેજા, મયુરસિંહ ગોહિલ, ટી.એસ. રીઝવી સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી હકીકત આધારે દરેડ ગામની સીમમાં આવેલ જાદવભાઈ હીરાભાઈ નાયાણીભાઈ હિરાણીની વાડીમાં અંગ્રેજી દારૂ રાખી નિંગાળા ગામે સપ્લાય કરતાં હોવાની હકીકત આધારે કાર્યવાહી કરતાં જાદવભાઈ હીરાભાઈ નાયાણી રહે. દરેડ તા.વલભીપુર)વાળો હાજર મળી આવતા તેની વાડીમાં રાખેલ અંગ્રેજી દારૂ બોટલ નંબર 137 કિંમત રૂ.41,000 તથા મોબાઈલ ફોન કિંમત રૂ.500 મળી કુલ રૂ.41,600ના મુદામાલ સાથે પકડાયેલા અન્ય બે શખ્સો ક્રિપાલસિંહ ભગુભા વાળા તથા હરૂભા ભરતસિંહ વાળા રહે.બંને નિંગાળા વાળા દારૂ મુકી ગયેલ હોય ત્રણેય વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ પ્રમાણે ગુનો નોંધી કાર્યવાહી ટી.એસ. રીઝવી વલભીપુરના પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે.