વિરપુરના સેલુકા ગામે જાહેરમાં જુગાર રમતા ૪ ઇસમો ઝડપાયા
રાજકોટ વિરપુરના સેલુકા ગામે જાહેરમાં જુગાર રમતા ૪ ઇસમોને પોલીસે પકડી લીધા હતા.મળતી વિગતો પ્રમાણે વિરપુરના સેલુકા ગામે પો.કો. પરેશભાઇ જયરાજભાઇ સિંધવ સહિતની ટીમે દરોડો પાડી જુગાર રમતા રામજી જેઠાભાઇ સોલંકી,હમીર કમાભાઇ પરમાર,કાળુ સુમાભાઇ પરમાર,બચુ ગાંડુભાઇ ભડેલીયા તથા ભીખુ સુરંગભાઇ માંજરીયાને રોકડા રૂ.૨૭૨૦ અને ગંજીપતા સાથે ઝડપી પાડી ધોરણસરની તપાસ કરી હતી.