અંકલેશ્વર શહેર પોલીસે વિદેશીદારૂના જથ્થા સાથે 4 શખ્સોને પકડી પાડ્યા
અંકલેશ્વર શહેર પોલીસે કેશવપાર્ક પાસેના ખુલ્લા પ્લોટમાં એક રીક્ષામાંથી તેમજ જમીનમાં દાટેલા ટાંકીમાં થી વિદેશીદારૂનો જથ્થા સાથે 4 શખ્સોને પકડી પાડી કુલ રૂ.1,91,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અંકલેશ્વર ની કેશવપાર્ક સોસાયટી નજીકના ઓપન પ્લોટમાં એક રીક્ષા નંબર જીજે 16 વાય 5048માં વિદેશીદારૂનો જથ્થો હોવાની બાતમી શહેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળતા તેઓએ દરોડો પાડતા રીક્ષામાંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો,પોલીસે નજકમાં તપાસ કરતા જમીનમાં દાટેલા સિન્ટેક્ષની ટાંકીમાંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી કેશવપાર્કમા રહેતા મિનેષ મોદી,પંચાતી બજારમાં રહેતા લાલા વસાવા,તાડ ફળીયામાં રહેતો શનિ વસાવા અને ભાંગવાડમાં રહેતા વિજય વસાવાની અટક કરી પોલીસે 1,51,000ની કિંમતના વિદેશીદારૂની 804 નંગ બોટલ અને 40,000ની રીક્ષા મળી કુલ રૂ.1,91,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ કાર્યાવાહી હાથ ધરી છે.