પદ્ધરમાં રિક્ષા સાથે કાર ભટકાતાં બે યુવાન ધવાયા
ભુજ તાલુકામાં પદ્ધર ગામે પોલીસ સ્ટેશનની સામેના માર્ગ ઉપર ઉતારું રિક્ષાને પાછળથી આવી રહેલી કારની ટક્કર લાગતાં ભુજમાં બકાલી કોલોનીમાં રહેતા સિકંદર ઇબ્રાહીમ નોડે અને હબીબ નુરમામદ શેખ જખમી થતાં હતા. પોલીસે આપેલી વિગતો અનુસાર ગત રાત્રના અરસામાં અકસ્માત સર્જાયો હતો. બંને ઇજાગ્રસ્તને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનાર બંને આશાપુરા કંપનીમાંથી કામ પૂર્ણ કરીને રિક્ષામાં ઘરે ભુજ તરફ આવી રહ્યા હતા. ત્યારે પાછળથી આવતી કારની ટક્કર રિક્ષાને લાગતાં આ અકસ્માત થયો હતો તેવું પોલીસ સમક્ષ નોંધાવાયું છે.