પાટણમાં પોલીસે તસ્કરીના 9 બાઇક સાથે એકને પકડ્યો
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે શહેરમાં વાહન તસ્કરીઓ મામલે એકશન પ્લાન બનાવી રાખવા કડક સૂચનાઓ આપતા પાટણ બી ડિવિઝન ટીમના માણસો ચાણસ્મા હાઇવે રસ્તા પર ગોલ્ડન ચોકડી નજીક પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એક મોટર સાયકલ ચાલક પસાર થતાં પોલીસને તેની પર શંકા જતાં તેને ઊભો રાખી વાહનના સાધનીક કાગળો માંગતા બાઇકચાલક પાસે ન હોવાનું જણાવતા પોલીસે વાહનની માલિકી અને રજીસ્ટ્રેશન મામલે ઇ પોકેટ કોપના માધ્યમથી કાર્યવાહી કરતાં બાઇકનું ઓરીજનલ આર.ટી.ઓ નંબર જીજે 24 એન 2051નો જણાઈ આવેલ હીથી પોલીસે કાર્યવાહી કરતાં પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ પ્રમાણનો ગુનો નોંધણી થયેલ હોય પોલીસે બાઇકચાલક વાધેલા સંજયજી ઉર્ફે નવધણજી કિર્તીસિંહ રહે. આંગણવાડા, તા.કાંકરેજવાળાને બી ડિવિઝન પોલીસ સ્ટેશને લાવી સધન પૂછપરછ કરતાં વધુ આઠ બાઈકો મળી કુલ 9 બાઈકોની તસ્કરી કર્યાની કબુલાત કરતાં પોલીસે તમામ બાઇક જપ્ત કરી ઝડપાયેલા શખ્સને રિમાન્ડ મેળવવાની તપાસ હાથ ધરી છે. પાટણમાંથી 5 અને ડીસામાંથી 1 બાઇક તસ્કર્યું હોવાની કબુલાત કરી હતી.