જામનગરના ગ્રીન સીટી વિસ્તારમાંથી યુવતીનું અપહરણ
જામનગરના રણજીતસાગર રસ્તા પર ગ્રીનસીટી વિસ્તારમાં શેરી 7માં રહેતા એક વેપારીની 16 વર્ષની વયની પુત્રીનું અરસામાં પોતાના ઘરેથી એકાએક લાપતા બની હતી જેની પરિવારજનો દ્રારા ચારોતરફ શોધખોળ કરી હતી. અને તેઓના સગાસંબંધી તમામને ત્યાં પૂછપરછ કરી હતી પરંતુ તેણીનો કોઈ પતો મળ્યો ન હતો. વધુ કાર્યવાહી દરમ્યાન તેણીનું કોઈ અજ્ઞાથ ઈસમ દ્રારા બદનામ કરવાના ઇરાદાથી અપહરણ કરાયું હોવાનું અનુમાન કરી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજ્ઞાથ ઈસમ સામે અપહરણ બાબતની ફરિયાદ લખાવી હતી જે ફરિયાદના અનુસંધાને સીટી એ ડિવિઝનના પોલીસ ટીમે અપહરણનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.