અંકલેશ્વર સ્ટેશન નજીકની એસ કે ફેશન શોપમાં ઇસમો ત્રાટકયા
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક આવેલ એસ કે ફેશન રેડીમેડ શોપમાં ઇસમો ત્રાટકી 100 ઉપરાંત પેન્ટ શર્ટ પીસની ચોરી કરી ગુમ થઇ ગયા હતા.પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે અંકલેશ્વર સ્ટેશન નજીક એસ કે ફેશન શોપને ઇસમોએ નિશાન બનાવી દુકાન ઉપરનું પતરું ખેંચી અંદર પ્રવેશી પેન્ટ અને શર્ટ ના 100થી વધુ પીસ અને રોકડા રૂ.5,000ની ચોરી કરી ગુમ થઇ ગયા હતા આ ચોરી બાબતની જાણ દુકાન માલીક સરફરાઝખાન ને થતા તેઓ દોડી આવી શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અંદાજીત 60,000 ઉપરાંતના માલસામાનની ચોરી બાબતે દુકાન માલીક સરફરાઝખાને શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તપાસ હાથ ધરી છે.