ગળપાદરમાંથી 21,000ની તસ્કરી
ગાંધીધામ તાલુકાનાં ગલપાદરમાંથી દુકાનના તાળાં તોડી 21,000ની તસ્કરી કરી ગયા હોવાની ફરિયાદ લખાવાઈ છે. આ બાબતે ગાંધીધામ પોલીસ સ્ટેશને સહદેવસિંહ પેશકારસિંહ યાદવ(રહે.રાધેનગર ગળપાદર)એ ફરિયાદ લખાવાઈ છે કે, નેશનલ હાઇવે પર આવેલી પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી તથા સાહેદની દુકાનના તાળાં તોડી એલ્યુમીનીયમ સેક્શન અને કાચક તોડી દુકાનમાં પ્રવેશી તસ્કરીની કોશિષ કરી હતી. જેમાં સાહેદ રાજેશ ઠક્કરની દુકાનના તાળાં તોડી તેમાં ટેબલના ખાતામાં મૂકેલા રોકડ રૂ.21,400ની તસ્કરી કરી નાશી છૂટયા છે. પોલીસે અજાણ્યા બેથી વધુ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.