કિડાણા રસ્તા પર સોનાની ચેનની ચીલઝડપ
કિડાણા અંતરજાળ રસ્તા ઉપર એકટીવા લઈને જતી યુવતીના ગળામાંથી સોનાની ચેનની ચીલઝડપ કરી હોવાની ફરિયાદ લખાવાઈ છે. આ બાબતે મળતી વિગતો પ્રમાણે આરતીબેન દેવજીભાઇ ઝરૂ(રહે.કિડાણા)એ ફરિયાદ લખાવાઈ છે કે, પોતાના કાકી સતીબેન શંભુભાઈ ઝરૂને એકટીવા નંબર જીજે 12 સીએ 6447માં આદિપુર કન્યા છાત્રાલય મિટિંગમાં ગયા હતા. પાછા ફરતી વખતે પાતડીયા હનુમાન મંદિર વાળા રસ્તે સત્યમ મિશન સ્કૂલ પાસે એકટીવા ધીમું પાડતા ઓચિંતા બેઠી ત્રણ શખ્સો આવી જઈને પોતાના ગળામાંથી સોનાનું ચેન એક ટોળું કિંમત રૂ.30,000ની ચીલઝડપ કરી નાશી છૂટયા હતા.. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.