દુધઈ અપહરણમાં અઢી વર્ષથી નાસ્તો ફરતો શખ્સ ઝડપાયો
ગાંધીધામ દુધઈ પોલીસે છેલ્લા અઢી વર્ષથી દાહોદથી ઝડપી પાડ્યો હતો. પોલીસના સાધનોએ વિગતો પ્રમાણે જણાવ્યું હતું કે, મહેશ માનસિંહ ડામોર નામના ઈસમ વિરુદ્ધ દુધઈ પોલીસ સ્ટેશને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તેને દાહોદથી પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપમાં આવેલો શખ્સ છેલ્લાં અઢી વર્ષથી નાસ્તો ફરતો હતો,તેમજ તેની પાસેથી અપહત મહિલાને પણ મુક્ત કરાવાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.