પાલેજ – નારેશ્વર રસ્તા પર મોટરસાયકલ સ્લીપ થઇ જતા ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ
પાલેજ–નારેશ્વર રસ્તા પર આવેલા કરણ ગામ પાસે એક મોટર સાઇકલ સ્લીપ થઇ જતાં મોટર સાઇકલ સવારને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમિયાન મોટરસાયકલ સવારનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત તા.પાંચમી જાન્યુઆરીના પાલેજ–નારેશ્વર રસ્તા પર આવેલા કરણ ગામ નજીકથી મોટરસાઇકલ લઇને પસાર થઇ રહેલા ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ ચૌહાણ(ઉ.વ.52)રહે.કલ્લા તા.કરજણનાઓની મોટરસાઇકલ અચાનક સ્લીપ થઇ જતા ઇસ્માઇલભાઇને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.ઇજાગ્રસ્ત ઇસ્માઇલભાઇને પ્રથમ આમોદની માલિની કિશોર સંઘવી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા.પરંતુ સારવારમાં કોઈ ફરક ન પડતા તેમને વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એસ એસ જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઇસ્માઇલભાઇનું મૃત્યુ નીપજયું હતું. જે સંદર્ભે કરજણ પોલીસ સ્ટેશને અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.