પૂર્વ કચ્છમાં અલગ અલગ ત્રણ દરોડામાં 60,000નો દારૂ પકડી પાડ્યો
ગાંધીધામ પૂર્વ કચ્છમાં પોલીસે શરબના ત્રણ અલગ અલગ દરોડા પાડી રૂ.60,000નો દારૂ કબ્જે કર્યો હતો. ફૂલપરા પાસેથી રૂ.42,560 અંજારના વાગડિયા ચોક પાસેથી રૂ.12,600નો શરાબ જપ્ત કરી લેવાયો હતો તથા ગાંધીધામના ભારતનગરમાંથી રૂ.4,900નો દારૂ હસ્તગત કરાયો હતો. સાંતલપુર બાજુથી શરાબ ભરીને રાપર બાજુ આવતી નંબર વગરની અલ્ટો કારને પોલીસે રોકી હતી. ફૂલપરા ગામથી થોડે દૂર આ કારને પોલીસે ઊભી રખાવતા તેમાં બેઠેલો મનોજ-ઉર્ફે મનિયો માવજી કોળી નામનો આરોપી પોલીસને હાથતાળી આપીને નાસી છૂટયો હતો. દરમ્યાન,કારમાંથી મેકડોવેલ્સ,ડોલ્ફિન્સ,રોયલ ચેલેન્જ,રોકસ્ટાર તથા હેવડર્સ-5000 બિયરના ટીન એમ કુલ્લ રૂ.42,540નો દારૂ કબ્જે કરાયો હતો. આ આરોપી રાપરના અહેમદશા મિસરીશા શેખ નામના શખ્સને શરાબ આપવા જતો હોવાનું ખૂલ્યું હતું. બીજી બાજુ અંજારના વાગડિયા ચોક,ઇન્દિરા ટોકીઝ પાછળ કલર ફળિયામાં રહેતા વિશાલપુરી હિંમતપુરી ગુસાઇના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો.આ આરોપીના મકાનમાંથી 36 બોટલો કિંમત રૂ.12,600નો શરાબ કબ્જે કરાયો હતો,પરંતુ આ આરોપી પોલીસના હાથમાં આવ્યો ણ હતો. શરબનો ત્રીજો દરોડો ગાંધીધામના ભારતનગર,શાંતિ સોસાયટી,વોર્ડ 9-બી,પ્લોટ નં. 704માં પાડવામાં આવ્યો હતો. પરંતુ શરાબ રાખનાર રાગિનીબેન સુરેશ મિશ્રા નામની મહિલા પોલીસના હાથમાં આવી ન હતી.આ મકાનમાંથી રૂ.4,900ની 14 બોટલ હસ્તગત કરાઇ હતી.