આદિપુરના શિયાણ ગામના બસસ્ટેશનને જુગારધામ બાનવનાર 9 જુગારીઓ ઝડપાયા
આદિપુર પાસે શિયાણ ગામના બસસ્ટેશનને જુગારધામમાં ફેરવી નાખી રૂપિયાની હારજીત કરી રહેલા 9 શખ્સોને પોલીસે દરોડો પાડીને 27,000ની રોકડ સહિત કુલ રૂ.41,000ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે.બાતમી આધારે આદિપુર પોલીસે સાંજના અરસામાં બસસ્ટેશન પર દરોડો પાડી ગંજીપાનાથી તીનપતી રમતા 9 શખ્સો ઝડપાયા હતા.ઝડપાયેલા શખ્સોમાં લક્ષ્મીચંદ ઉર્ફે ગેલો ગોવરમલ ધનવાણી, પ્રેમજીભાઈ લાલજીભાઈ સોરઠીયા,અમૃતભાઈ વાલજીભાઈ બલદાણીયા,કચરાભાઈ ભીખાભાઇ હડીયા,અમૃતભાઈ વાસણભાઈ હડીયા, કિશોરભાઈ જયંતીભાઈ બલદાણીયા,લાલજીભાઇ કાનજીભાઇ બલદાણીયા, વિઠ્ઠલભાઈ ધનજીભાઈ બલદાણીયા અને બીજલ દેવાયતભાઈ આહીરને પકડી પાડ્યા હતા. શખ્સો પાસેથી 27,420ની રોકડ અને 13,700ની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ રૂ.41,120નો મુદામાલ કબ્જે કર્યો હતો.