ગાંધીધામમાં બાળકોના ઝઘડામાં ત્રણ વ્યક્તિઓ દ્રારા એક યુવાન પર ધોકા વડે હુમલો
ગાંધીધામ શહેરના ખોડિયારનગર વિસ્તારમાં બાળકોના ઝઘડા બાબતે એક મહિલા સહિત ત્રણ લોકોએ ડોકા વડે હુમલો કરતાં એક યુવાનને ફેકચર સહિતની ઇજાઓ થઈ હતી. બીજી બાજુ રાપર પ્રાગપરમાં બે મહિલા ઉપર હુમલો કરાયો હતો. શહેરના ખોડિયારનગરમાં રહેતા બબિતાબેન કનૈયાલાલ નકવાલના દીકરાને એક મહિલાએ થપ્પડ મારી હતી.જે બાબતે આ મહિલા ઠપકો આપવા જતાં કિશોર બાબુલાલ ભાનુશાલી,તેની પત્ની અને પુત્ર ગુસ્સે થયા હતા. અને આ મહિલાને માર મારી તેના દીકરા ઉપર ડોકા વડે હુમલો કરી તેને અસ્થિભંગ સહિતની ઇજાઓ કરી હતી.બીજી બાજુ પ્રાગપરમાં રહેનારા જશુબેન વેલા ગણેશ કોલી લાલજી કરમશી પટેલના ઘરે જય તમારી કારના કાચ કોણે તોડ્યા છે? પોલીસ અમારા દીકરાને ઉપાડી ગઈ છે તેમ કહેતા મોંધીબેન બબિતાબેનને ઢસડી પાડી દીધેલી તથા ધીરુ નામના આરોપીએ જશુબેનને માર માર્યો હતો.આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.