મોટી રાયણમાં 3 વ્યક્તિ પર હુમલો કરનાર 6માંથી 1 પકડી પડાયો

માંડવી તાલુકાના મોટી રાયણ ગમે ત્રણ દિવસ પૂર્વે થયેલો હુમલો તથા બૂટલેગરને છોડાવવાની ઘટનામાં માંડવી પોલીસે મુખ્ય શખ્સ બાવાડાને પકડી પાડ્યો હતો.જ્યારે મહિલા સહિત પાંચ શખ્સોઑ પોલીસની ઝડપથી દૂર રહ્યા છે.તો બીજી તરફ આ ઘટનામાં ત્રણ લોકોને ઇજાઓ પણ થઈ હતી. ગત સવારના અરસામાં મોટી રાયણ અને નવાવાસ ત્રણ રસ્તા વચ્ચે સમગ્ર ધામાચકડી ભરેલી ઘટના બની હતી. જેમાં મુખ્ય શખ્સ બાવાડો ઉર્ફે સુલેમાલ અબ્દુલ જુણેજાને પોલીસે પકડી પાડ્યો છે.બાવાડો તથા તેના સાગરીતો મોટી રાયણનાં લોકો પર સશસ્ત્ર હુમલો કરી અને ગ્રામજનોએ ઝડપાયેલા શરબનો વેપલો કરી રહેલા ઇસમને છોડાવી ગયા હતા.ઘટના સપાએ પોલીસની હાજરી હોવા છતાં આ કૃત્ય કરતાં અનેક પ્રશ્નો ઉભા થયા હતા. તો બીજી બાજુ તરફ શખ્સને છોડાવવાની ઘટનાનાં ત્રીજા દિવસે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે.જ્યારે આ ઘટનામાં જોન્ટી તથા રાયણ ગામના અલી રમજુની પત્ની તેમજ ત્રણ અજાણ્યા શખ્સોને પોલીસ ઝડપી શકી નથી. તપાસનિશ પીએસઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે શખ્સને ઝડપી તેની વિરૂદ્ધ થયેલી ફરિયાદ ઉપરાંત ઇજાગ્રસ્તોની ઇજા કેટલી છે તે સહિતની ચકાસણી કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *