સુરેન્દ્રનગર: શરાબના કટીંગ પર આર.આર.સેલનો દરોડો, ૫૬ લાખનો શરાબ પકડાયેલો
સુરેન્દ્રનગર જીલ્લામાં શરાબની રેલમછેલ વચ્ચે ડગીયા ગામની સીમ શરાબનું કટીંગ ચાલતું હોય ત્યારે આર આર સેલનાં સ્ટાફે દરોડો પાડીને લાખોના શરાબના જથ્થા ઉપરાંત વાહનો સહીત કુલ ૫૬ લાખથી વધનો મુદામાલ કબ્જે કર્યો છે.રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘની સુચનાથી પોતાના તાબા હેઠળ આવતા તમામ એસપી અને પોતાનાં સ્ટાફને વિદેશી શરાબ જપ્ત કરવા સુચના આપી છે. જે અન્વયે પીએસઆઈ એમ.પી. વાળા અને ટીમે સુરેન્દ્રનગર જીલ્લાના ડગીયા ગામની સીમમાંથી ચાલુ કટીંગે ઝડપી પાડી અંગ્રેજી શરાબની બોટલ નંગ ૯૫૧૯ કિંમતરૂ.૩૨,૯૭,૫૨૫ અને ટ્રક ન. એમએચ-40-એન-4124 કિંમત રૂ.૧૫,૦૦,૦૦૦ તથા ક્રેટા કાર ન. જીજે-૦1-આરયુ-2543 કિંમત રૂ.૮,૦૦,૦૦૦ મોબાઈલ નંગ ૫ મળી કુલ રૂ.૫૬,૦૯,૦૨૫નો મુદ્દામાલ જપ્ત કરી મળી આવેલ શખ્સ ફારુક આલ્લારખા ભટ્ટી રહે. થાન શરાબ મંગાવી કટીંગ કરનાર તથા ટેન્કર ડ્રાઈવર, ગોરધનરામ ઉમેદરામ જાટ રહે. રાજસ્થાન શરાબ મોકલનાર, માંગીલાલ રાજપૂત રહે.રાજસ્થાન, ચાપરાજ અનક ડાંગર, રહે.મુળી, મહાદેવ મશા કોળી, રહે.સાયલા, હનીફ ગફુર ભટ્ટી, રહે.રતનપર, સંજય રહે.રૂપાવટી વાળાને ધોરણસરની ધરપકડ કરી તમામ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.