ભુજમાં માધાપર તરફ જતાં માર્ગ પર યુવતીના ગળામાંથી સોનાની ચેનની ચીલઝડપ
માધાપર તરફ જતાં માર્ગ પર એકટીવા લઈને જતી યુવતીની પાછળ બેઠેલી તેના બહેનના ગળામાંથી મોટર સાયકલ પર આવેલા અજાણ્યા શખ્સો દ્રારા સોનાની ચેનની ચીલઝડપ કરી હોવાની ફરિયાદ લખાવાઈ છે. આ બાબતે પૂનમ પવનકુમાર શર્મા(રહે. આરટીઓ સર્કલ પાછળ, ભુજ) એ ફરિયાદ લાખાવી છે કે, માધાપર તરફ જવાના રસ્તે વૃંદાવન પાર્કના બોર્ડ નજીક પોતે એકટીવા મોપેટ નંબર જીજે 12 ડીએમ 1865 લઈને જતી હતી.ત્યારે અજાણ્યા મોટર સાયકલ ચાલકે પાછળથી આવી એકટીવાની પાછળ બેઠેલ પોતાની બહેનના ગળામાંથી સોનાની ચેન આશરે સવા તોલા કિંમત રૂ.22,000ની ચીલઝડપ કરી ભાગી ગયો હતો. પોલીસે અજાણ્યા મોટર સાયકલ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.