ભુજમાં જમીન મામલે મારામારીની ઘટનામાં મહિલા સહિત બે ધાયલ
ભુજમાં જમીન મામલે મારામારીના બનાવ બનવા પામ્યો હતો.જ્યારે રાપર તાલુકાનાં ચિત્રોડ ગામે મારામારીની ઘટનામાં યુવાનને ઇજાઓ થઈ હતી. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પ્રેમજી ડાયાભાઇ ચાવડા(ઉ.વ.53)અને શાંતાબેન પ્રેમજી ચાવડા(ઉ.વ.45)ને મોહનસિંહ સોઢાએ આવીને લાકડી વડે માર માર્યો હતો.જમીન ઉપર બાંધકામ ચાલુ હતું તે બંધ કરવા મઊડે મામલો બીચક્યો હતો.બીજી તરફ ચિત્રોડ ગામના બસ સ્ટેશન નજીક મહેશ અંબાલાલ રાઠોડ(ઉ.વ.21)ને લાગધીર કાના ખોડ,રામજી લાગધીર ખોડએ ધોકાથી માર મારીને ઇજાઓ કરી હતી.