અંજાર પાસે ડમ્પર હડફેટે આધેડનું મૃત્યુ
અંજાર-મુંદરા હાઇવે પર ડમ્પર નંબર જીજે 1 ડીટી 3246ના ચાલકે પોતાના કબ્જાનું વાહન બેદરકારી અને પુરઝડપે ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા નિરણભાઈને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં મૃત્યુ નીપજયું હતું.આ ઘટનામાં ચાલક નાસી ગયો હતો. અંજાર પોલીસ સ્ટેશને મનોજભાઈ નિરણભાઈ નાયક વાતની વરપાડાએ ફરિયાદ લખાવી છે.આ ઘટના રાત્રિ દરમિયાન બનવા પામી હતી.