ભુજમાં 6 મહિલાઓ સહિત 8 જુગારી પકડાયા
ભુજ શહેરના સરપટનાકા બહાર જુગાર રમતી 6 મહિલાઓ સહિત 8 શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. દરોડા દરમિયાન રોકડા રૂ.5,030 પોલીસે હસ્તગત કર્યા હતા. ભુજ શહેર બી ડિવિઝન પોલ્સ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સાંજના અરસામાં પોલીસે સરપટ નાકા બહાર આશાબા પીરની દરગાહની સામે કોલી વાસ નજીક તીનપતીનો જુગાર રમી રહેલા રજાક જુમા કુંભાર,વિનોદ સવા કોલી,ભચીબેન ભીમજી પુનાભાઇ વાણિયા,ક્રિષ્નાબેન રામભાઇ લાલવાણી,સુમનબેન વાલજીભાઈ કોલી,સવિતાબેન વિનોદ કોલી તથા લક્ષ્મીબહેન શામજી કોલીને રોકડ રૂ.5,030 સાથે પકડી પાડ્યા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશને સરકાર તરફે ધર્મેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલાએ તમામ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ફરિયાદ લખાવી તપાસ હાથ ધરી હતી.