ભુજમાં વાહન અકસ્માત બાબતે યુવાન પર હુમલો
ભુજ શહેરની ભાગોળે થોડા સમય પહેલા વાહન અકસ્માતની ઘટના બની હતી.જે બાબતનું મનસુ:ખ રાખીને યુવાન પર એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. ચાકડો અને બાઇક વચ્ચે થોડા સમય પૂર્વ થયેલા અકસ્માતના પગલે મોહન મુરાભાઈ ભરવાડને સુલેમાન મામદ મળખા,સકીના જુમા તથા અજાણ્યા એક ઇસમે લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. મોહન ભરવાડની બાઇક અને સુલેમાનનો ચાકડો થોડા સમય પહેલા અથડાયો હતો,જે બાબતે સુલેમાને મોહનને નુકસાની પેટે રૂ.400 આપ્યા હતા.જેનું મનદુ:ખ રાખીને બપોરના અરસામાં મેમણ કોલોની ચાર રસ્તા, સુરલ ભીટ્ટ નજીક મારામારીની આ ઘટના બની હતી.પોલીસે ત્રણે વિરુદ્ધ ફરિયાદ નોંધી પીએસઆઈ પાતાણીએ કાર્યવાહી હાથ ધરી છે.