ભરૂચ : ટંકારિયામાં આંકડાના અડ્ડા પર પોલીસે પાડ્યો દરોડો, ૧ પકડાયો, ૬ ફરાર
ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં બસસ્ટેન્ડ નજીક આવેલા એક આંકડાના અડ્ડા પર પોલીસે દરોડો પાડી એક શખ્સને પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય 6 શખ્સો પોલીસને ચકમો આપી નાસી છૂટયા હતા. પોલીસે આંકડાના અડ્ડા પર દરોડો પાડતા આંકડા રમતા ખેલીઓમાં ફફડાટ ફેલાયો હતો.પ્રાપ્ત પોલીસ સુત્રોમાંથી વિગતો પ્રમાણે પાલેજ પોલીસ શટેશનના પો. સ. ઇ. એસ. એન. દેસાઇને મળેલી બાતમીના આધારે ટંકારીયા ગામના બસસ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં આંકડા રમાડતા અડ્ડા પર દરોડો પાડતા આંકડા રમાડતો એક ઈસમ સાજીદ ઇબ્રાહિમ વોરા પટેલ રહે. કંથારીયા, ઠાગીયા કોલોની તા.જી. ભરૂચ રંગેહાથ પકડાઈ જવા પામ્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સ પાસેથી પોલીસે આંક ફરકના રોકડા રૂ.૧૬,૫૨૦ તથા એક મોબાઇલ કિંમત રૂ.500 મળી કુલ રૂ.૧૭,૦૨૦નો મુદ્દામાલ જપ્ત કરી તેની ધરપકડ કરી હતી.જ્યારે ૬ જેટલા શખ્સો પોલીસને ચકમો ફરાર થઈ જવામાં સફળ રહેતા પોલીસે ફરાર શખ્સો અને અન્ય શખ્સોમાં મુસ્તાક મામા રહે. ટંકારીયા, ઇબ્રાહીમ ઉર્ફે અભુ રહે ટંકારીયા, ઉસ્માન રહે. ટંકારીયા, મહંમદભાઈ રહે. ટંકારીયા, ઇલ્યાસ રહે. કહાન તેમજ હબીબ રહે. વરેડિયા એમ કુલ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરેલા શખ્સ સહિત તમામ 7 શખ્સો વિરૂદ્ધ જુગારધારા મુજબ પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી છે.