શરાબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પ્રાગપર પોલીસ
copy image
ગત દિવસે રાતના સમયે મુંદરા ખાતે આવેલ બરાયાની સીમમાં પ્રાગપર પોલીસે કિયા કારને ઉભી રખાવતા અંધારામાં નાસી હતી અને અન્ય પોલીસને શંકાસ્પદ કાર અંગે જાણ કરાતા કાર ચાલકે બાવળની ઝાડીઓમાં કાર મૂકી નાસી છૂટયો હતો. આ કારમાંથી 324 શરાબની બોટલ જેની કિં. રૂા. 1,50,120 અને પાંચ લાખની કાર સહિતનો પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બાબતે મળતી માહિતી અનુસાર ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અંતર્ગત પ્રાગપર પોલીસ ગત દિવસે રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કિયા કારને ઊભી રખાવતાં કાર નાસી છૂટી હતી. આથી આ શંકાસ્પદ કાર અંગે સતર્ક રહેવાની જાણ આગળ અન્ય પોલીસને કરવામાં આવેલ હતી. બરાયાની સીમમાં અંધારામાં નાસેલી કારનો પોલીસે પીછો કરતાં ચાલક કાર મૂકી નાસી છૂટયો હતો. કિયા કાર નં. જી.જે. 03 એમ.ઇ. 0434ની પોલીસે તલાસી લેતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની બોટલ નંગ-324 જેની કુલ કિં. રૂા. 1,50,120 તેમજ કિયા સેલ્ટોસ કાર કિં. રૂા. 5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલક તથા તપાસમાં જે નીકળે તેના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.