ભુજ તાલુકાનાં માધાપરમાં ધાણીપાસાનો જુગાર રમતા આઠ ઝડપાયા
copy image
ભુજ તાલુકાનાં માધાપરમાં બંધ મકાનમાથી ધાણીપાસા વડે જુગાર રમતા ભુજના છ સહિત આઠ જુગાર પ્રેમીઓ ઝડપાયા હતા. મળેલ માહિતી અનુસાર ગત દિવસે રાતના સમયે માધાપર પોલીસને ખાનગી રહે બાતમી મળી હતી કે, પરેશભાઇ શાંતિલાલ પટવાના કબજાના જૂનાવાસમાં મિત્રી વાડીની સામે આવેલા બંધ મકાનમાં ધાણીપાસા વડે જુગાર રમી-રમાડે છે. મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પરેશભાઇ ઉપરાંત હીરેન પ્રવીણચંદ્ર શાહ અને રાકેશભાઇ દેવેન્દ્રભાઇ શાહ, અલ્પેશભાઇ લક્ષ્મીશંકર ગોર, પ્રેમલ કિરણકુમાર શાહ, રાજેશ રસિકલાલ મહેતા, વિરાટ અશોકભાઇ શાહ અને પારસ વાડીલાલ શાહને રોકડા રૂા. 22,800 તેમજ આઠ મોબાઇલ કિં. રૂા. 40,000 અને પાંચ વાહન કિં. રૂા. 90,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. માધાપર પોલીસે આરોપીઓ સામે ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.