11,010ના મુદ્દામાલ સાથે પાંચ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી નખત્રાણા પોલીસ

589700500jugar

copy image

નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન મોરગર પહોંચતા તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ક્રિકેટના મેદાન બાજુ બાવળની ઝાડીમાં જુગાર રમાઇ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા સુમાર થાવરભાઇ મહેશ્વરી, ગાંગજી જેસા મહેશ્વરી, દાનસંગજી મમુજી જાડેજા, શિવુભા વંકાજી રાઠોડ અને પ્રવીણસિંહ ભારૂભા રાઠોડ ને રોકડા રૂા. 11,010ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા.  પોલીસે પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.