ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 2.72 લાખના વીજ વાયરની ચોરીનો ભેદ ઉકેલતી પદ્ધર પોલીસ

copy image

વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી થાંભલા પડી ગયેલ હોવાથી પીજીવીસીએલની 11 કે.વી.ની બંધ વીજલાઇનના બેરડોથી લાખાબો વચ્ચેના પાંચ કિ.મી.ના 8000 મીટર વાયર કિં. રૂા. 2,72,000ની કોઇ ચોર ઇસમ તસ્કરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ હતી.

                                ફરિયાદ નોંધાયના ગણતરીના કલાકોમાં જ પદ્ધર પોલીસે આ કામના બે આરોપીઓને ઝડપી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ ચોરી બાબતે પદ્ધર પોલીસ મથકે પીજીવીસીએલ કંપનીના જુનિયર એન્જિનીયર સુરેશભાઇ ગામિત દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 1/8ના રાત્રે ઉડઇના સરપંચ સલીમભાઇનો તેમને ફોન આવેલ હતો અને જણાવ્યું કે,  બેરડોથી લાખાબો આવતી 11 કે.વી.ની વીજલાઇનના વધારે વરસાદના લીધે થાંભલા પડી જતાં વીજલાઇન બંધ છે. આ લાઇનના વાયરો કોઇ કાપી રહ્યા છે. આ તમારી ટીમ છે કે, નહીં તેવું પૂછેલ હતું. ત્યારબાદ કંપનીની ગાડી અને સ્ટાફ  સહિત ત્યાં પહોંચતાં ત્યાં કોઇ હાજર મળ્યા ન હતા, પરંતુ 55 એમ.એમ.ના એલ્યુમિનિયમના ત્રણે વાયર આશરે 8000 મીટર કિં. રૂા. 2,72,000ની અજાણ્યા ચોર ઇસમ કાપીને લઇ ગયેલ હતા.

આ ચોરીનો ભેદ ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં પદ્ધર પોલીસે ઉકેલી લીધો હતો. હબાય-નાડાપા ત્રણ રસ્તા વિસ્તારમાં વાહન તલાશી દરમ્યાન પદ્ધર પોલીસને ખાનગી રાહે  બાતમી મળી હતી કે ચોરાઉ વાયર સગેવગે થઈ રહ્યો છે. આથી એક ફોરવ્હીલર ટાટા વિકટો અટકાવી જોતાં ઠાઠાંમાંથી ચોરાઉ વાયર મળી આવેલ હતા.આરોપીઓને વધુ પૂછતાછ કરતાં પોતાની ચોરી કબૂલી  હતી.