ભુજ ખાતે આવેલ હમીરસર તળાવમાથી 50 વર્ષીય આધેડની લાશ મળતા ચકચાર
Swimmer floating on his back.
ભુજ ખાતે આવેલ હમીરસર તળાવમાંથી અંદાજે 50 વર્ષના આધેડ અજાણ્યા પુરુષનો કોહવાયેલ મૃતદેહ મળતાં ચકચાર પ્રસરી હતી. ભુજના હમીરસર તળાવમાં રાજેન્દ્ર બાગના પુલ નઝીક એક વ્યક્તિની તરતી લાશ નજરે પડતાં પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. આથી પોલીસે ભુજ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમ ઘટનાસ્થળે ધસી જઇ લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. એ-ડિવિઝનના પી.એસ.આઇ. હરદીપસિંહ પરમાર દ્વારા જાણવા મળ્યું હતું કે, આ અજાણ્યા પુરુષની અંદાજે ઉંમર 50 વર્ષની છે અને તેણે જીન્સ પેન્ટ તથા કેસરી શર્ટ પહેરેલા છે. ગળામાં રુદ્રાક્ષની માળા તથા હાથમાં રાખડી બાંધેલી છે. ખિસ્સામાંથી કોઇ આઇ.ડી. પ્રૂફ ન મળતાં તેની ઓળખ થઇ શકી નથી.