ડીસાના કંસારી પાસેથી વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ ડિઝાયર કાર પકડાઈ
બનાસકાંઠાના પોલીસ અધિક્ષકની સૂચના પ્રમાણે એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. જે.એચ.સિંધવ એલ.સી.બીના સ્ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, પ્રવીણભાઈ અને લક્ષમણસિંહના સ્ટાફ સાથે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા એ વખતે બાતમીના આધારે કંસારી ટોલટેક્સ પાસે નાકાબંધી કરી સ્વીફ્ટ ડિઝાયર કારને આંતરી તલાશી લેતા આ કારમાંથી બનાવટ નો રૂ.૭૨,૯૦૦ની કિંમતનો ૭૨૯ બોટલ બિયર અને દારૂ મળી આવ્યો હતો.એલસીબી પોલીસે આ કેસમાં એક મોબાઈલ તથા કાર સહિત કુલ રૂ.૪,૭૩,૪૦૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કારચાલક આસુરામ લછારામ મેઘવાલ(રહે. દાંતવાડા તા.રાણીવાડા)તથા કારમાં બેઠેલા ભજનલાલ શ્રીરામ વિશ્ર્નોઈ (રહે. દાંતા તા. સાચોર રાજસ્થાન)ની ધરપકડ કરી દારૂ અને બિયરનો આ જથ્થો ભરાવનાર ગણેશરામ દેવાસી(રહે.સાતરું રાજસ્થાન)સહિત ત્રણેય શખ્સો વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ લખાવતા ડીસા તાલુકા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.