સવાલા પાસે ટ્રેકટર પાછળ ઘુસી જતાં એકટીવા ચાલકનું મૃત્યુ

મહેસાણા વિસનગર રસ્તા પર સવાલા ગામ પાસે ટ્રેકટર અને એકટીવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મહેસાણાના યુવકનું મૃત્યુ નીપજયું હતું. જયરે અન્ય એકને ઇજાઓ પહોચી હતી આ બાબતે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. મહેસાણાની સુરસાગર સોસાયટીમાં રહેતા સોનું કિશન ગજુભા શિગાડે અને તેનો મિત્ર ઓઝા પ્રશાંતકુમાર શંકરભાઇ પોતાની એકટીવા ઉપર વિસનગર ગયા હતા. ત્યાંથી ગત સાંજના અરસામાં મહેસાણા પાછા ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં સવાલા ગામ પાસે રિફલેક્ટર વિના પુરપાટ દોડી રહેલા એક ટ્રેકટર ચાલકે એકાએક વળાંક લેતા એકટીવા ટ્રેકટરની પાછળ ઘુસી ગયું હતું. સર્જાયેલા અકસ્માતમાં એકટીવા ચાલક પ્રશાંત ઓઝને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. જયરે સોનુંને ઇજાઓ પહોંચી હતી.આ બાબતે વિસનગર તાલુકા પોલીસે અકસ્માત સર્જી ગુમ થઈ ગયેલા ટ્રાકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *