ઢોરી ગામમાં જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીનો જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

589700500jugar

copy image

માધાપર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઢોરી ગામમાં જાહેર વિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમાઈ રહ્યો છે.  મળેલી બાતમીના આધારે ઢોરી ગામમાં દરોડો પાડી  જાહેર વિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમતા કાસમ જુમા કેવર, અનવર અલી લાડક તથા સિકંદર હારુન શેખને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 11,800 કબ્જે કર્યો હતો. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી હતી.